• ગુરુવાર, 19 જૂન, 2025

મુશફીકુરની દોઢી સદીના સહારે બાંગલાદેશનો મોટો સ્કોર

ગોલ (શ્રીલંકા), તા. 18 : મધ્યક્રમના અનુભવી બેટધર મુશફીકુર રહીમની દોઢી સદી (163) અને વિકેટકીપર લિટન દાસની 90 રનની ઇનિંગ્સની મદદથી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશ ટીમના 9 વિકેટે 484 રન થયા હતા. બીજા દિવસની રમત દરમિયાન મુશફીકુર 30 દડાનો સામનો કરીને 9 ચોગ્ગાથી 163 રન કરી આઉટ થયો હતો. રહીમે તેની કારકિર્દીમાં સાતમી વખત 10થી વધુનો સ્કોર કર્યો છે. આજે તેના અને લિટન દાસ વચ્ચે પાંચમી વિકેટમાં 26પ દડામાં 149 રનની ભાગીદારી થઇ હતી. લિટન દાસ 10 રને સદી ચૂકયો હતો. તેણે 123 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગાથી 90 રન કર્યાં હતા. આ પહેલાં આજે ગઇકાલનો સદીવીર બાંગલાદેશનો કપ્તાન નઝમૂલ હસન શાંતો 279 દડામાં 1પ ચોગ્ગા-1 છગ્ગાથી 148 રને આઉટ થયા હતો. તેના અને મુશફીકુર વચ્ચેની 264 રનની ભાગીદારીનો આથી અંત આવ્યો હતો. શ્રીલંકા તરફથી અસિતા ફરનાન્ડો, મિલન રત્નાયકે અને થરિડુ રત્નાયકેએ 3-3 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd