ભુજ, તા. 19 : સરકારી કર્મચારીઓને તેઓના કામ
દરમ્યાન રુકાવટ અને દખલગીરી કરતા બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. મુંદરા મરીન પોલીસ મથકે, ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર હાર્દિક
દિલીપભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તેઓ સ્ટાફ સાથે તપાસ અર્થે ભદ્રેશ્વર
બાજુ જતા હતા ત્યાં નદીના પુલ નીચે જેસીબી અને ડમ્પર દેખાયા હતા અને રેતીનું ખનન શંકાસ્પદ
જણાતા ત્યાં પહોંચતા વાહનો નાસવા લાગ્યા હતા. આ એક ભાઈ આવીને કહ્યું કે, અમે પંચાયતું કામ કરીએ છીએ. ખનનના આધાર-પુરાવા માંગતા તેણે આપ્યા નહીં અને
ઉશ્કેરાઈ ગાળા-ગાળી કરી ગામના અન્ય ઈસમોને બોલાવી તે ભાઈનું નામ પૂછતા તેણે પોતાનું
નામ સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા બતાવ્યું હતું. આમ આરોપી સહદેવસિંહ વિરુદ્ધ ફરજમા
રુકાવટની કલમ તળે ફરિયાદ નોંધાવાઈ છે. આ ઉપરાંત ભુજના બી-ડિવિઝન પોલીસ મથકમાં પીજીવીસીએલના
નાયબ ઈનજેર વર્ગિસ કમાભાઈ સુવેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે તેઓ તથા સાથેનો
સ્ટાફ નવા જોડાણના અરજદાર કલ્યાણ વેલજી હીરાણીના હરિપર સીમ વિસ્તારમાં વીજજોડાણ માટે
ગયા હતા ત્યારે કલ્યાણના બાજુના ખેતરવાળા રવજીભાઈ હીરાણી પરિવારના સભ્યો પ્રવીણ રવજીભાઈ હીરાણી, કસ્તુરબેન રવજીભાઈ હીરાણી, જયશ્રીબેન અરવિંદભાઈ હીરાણી
અને હંસાબેન પ્રવીણભાઈ હીરાણીએ કામ કરવા દીધું નહીં આથી સરકારી કામની ફરજમાં રુકાવટ
સબબ તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.