• શુક્રવાર, 20 જૂન, 2025

બળદિયાની ઘરફોડનો નાસતો આરોપી જબ્બે

ભુજ, તા. 19 : બળદિયામાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપી બનુભા તેજમાલજી જાડેજા (રહે. કોટડા-જડોદર, તા. નખત્રાણા)ને પોલીસે ઝડપી લીધો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે માનકૂવાના પી.આઈ. એસ.એમ. રાણાનાં માર્ગદર્શન હેઠળ નાસતા આરોપીઓને ઝડપવા અલગ-અલગ ટીમ તપાસમાં હતી, ત્યારે સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણાને મળેલી સચોટ બાતમીના આધારે બળદિયામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપી બનુભાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd