• મંગળવાર, 08 જુલાઈ, 2025

સમસ્યાનું સમાધાન યુદ્ધમાં નહીં : મોદી

નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે ભારત અને ક્રોએશિયા બન્ને સહમત છે કે યુરોપ હોય કે એશિયા, સમસ્યાનું સમાધાન યુદ્ધના મેદાનથી આવી શકે નહી. તેમણે ભાર મૂકીને કહ્યું હતું કે વાતચીત અને કુટનીતિ જ એકમાત્ર રસ્તો છે. ક્રોએશિયાના પોતાના સમકક્ષ આંદ્રેજ પ્લેંકોવિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ મીડિયાને  જારી સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે, બન્ન દેશ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે એક યોજના બનાવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે,તેમણે અને ક્રોએશિયાના સમકક્ષે દ્વિપક્ષીય સંબંધોને ત્રણ ગણી ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. બન્ને દેશ સહમત છે કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ લોકતંત્રમાં વિશ્વાસ રાખતી શક્તિઓ માટે દુશ્મન સમાન છે. વધુમાં સહમતિ બની છે કે યુરોપ હોય કે એશિયા, સમસ્યાઓનું સમાધાન યુદ્ધના મેદાનમાંથી આવી શકે નહી, વાતચીત અને કૂટનીતિ એકમાત્ર રસ્તો છે.  

Panchang

dd