• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

નખત્રાણા : વાયર ચોરનારા બે આરોપી ઝડપાયા

ભુજ, તા. 14 : નખત્રાણા પોલીસ મથક વિસ્તારમાં થયેલી વાયર ચોરીમાં સંડોવાયેલા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા બે આરોપીને પોલીસે ઝડપી પાડી કુલ રૂા. 30,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સફેદ કોપર વાયર ચોરનારા આરોપીઓ સુલેમાન ઈસ્માઈલ સંઘાર અને ઓસમાણ જુસબ સંઘારને પોલીસે ચોરાયેલા વાયરના જથ્થા સાથે પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd