• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગાગોદર : હોટેલ સંચાલકની પોષડેડા-ભૂકી સાથે ધરપકડ

ગાંધીધામ, તા. 6 : રાપરના ગાગોદર નજીક આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ નજીક હાઇવે હોટેલ-ઢાબાના સંચાલકની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા. 8715ની પોષડેડાની ભૂકી જપ્ત કરી હતી. ગાગોદર નજીક આવેલી જયગોગા રાજસ્થાની હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીંથી હોટેલ ચલાવતા રાજુરામ ભેરારામ ખીચડ (બિશ્નોઇ)ની ધરપકડ કરી પોલીસે સ્ટોર રૂમમાંથી રૂા. 8715ની 581 ગ્રામ પોષડેડાની ભૂકી જપ્ત કરી હતી. દેવા રાયમલ ભરવાડ પાસેથી આ હોટેલ ભાડે રાખનારા રાજુરામે ક્યાંથી આ માદક પદાર્થ મેળવ્યો હતો તે અંગે હજુ સુધી કાંઇ બહાર આવ્યું નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd