• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

મોટી વિરાણીમાં પાણી પુરવઠા યોજનાના કેબલની ચોરી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : અહીંના વાડી વિસ્તારના સીમતળમાં પાણી પુરવઠા યોજનાના પાણીના બોરની મોટરના કેબલ -વાયર સહિતની નાની-મોટી ચોરી, ચીભડચોરીના વધતા બનાવોથી લોકોમાં ચિંતા પ્રસરી છે. ગત બુધવારે રાત્રે મોટી વિરાણી પાણી પુરવઠા યોજનાના કૂવા બોર મોટરનો અંદાજિત 12 મીટર કેબલ-વાયર કોઇ કાપીને ચોરી જતાં ગ્રામજનોને પાણી પુરવઠો ન પહોંચવાનાં કારણે પાણીની સમસ્યા સર્જાઇ હોવાનું પૂર્વ સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઇ બળિયાએ જણાવ્યું હતું. અગાઉ પણ બે વખત કેબલ ચોરીના બનાવ બન્યા છે. આ કેબલ ચોરીની પોલીસ તંત્રને જાણવાજોગ ફરિયાદ કરાઇ છે.

Panchang

dd