• બુધવાર, 17 જૂન, 2026

વરસામેડીમાં સગીરાએ ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી

ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છમાં અકસ્માત મોતના બે બનાવમાં સગીરા અને પરિણીતાની જીવનયાત્રા પૂર્ણ થઈ હતી. અંજાર તાલુકાના વરસામેડીમાં સુમન  રાજુભાઈ દેવીપૂજકે અને ગાંધીધામમાં પરિણીતા પૂજા રવિ મહેશ્વરીએ ગળાફાંસો ખાઈને જીવાદોરી  ટૂંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વરસામેડીમાં  અકસ્માત મોતનો બનાવ ગત તા. 15ના રાત્રિના અરસામાં બન્યો હતો. હતભાગી સગીરાએ અગમ્ય કારણોસર  ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.  તેણીને રામબાગ હોસ્પિટલમાં  લઈ જવાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ગાંધીધામના સેક્ટર પાંચમાં  બનેલા  અકસ્માત મોતના બનાવ અંગે મળતી વિગતો મુજબ  હતભાગી પરિણીતાએ  પણ ગત રાત્રિના આ આત્મઘાતી પગલું ભર્યું હતું. રાત્રિના એક વાગ્યા પહેલાં કોઈ પણ સમયે  ગળાફાંસો ખાઈ લીધો હતો.  આ બનવામાં સાત વર્ષના બાળકે માતાની  છત્રછાયા ગુમાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd