• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

લાકડિયામાં જાહેરમાં જુગાર રમતાં છ ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 9 :  ભચાઉના લાકડિયા નજીક હોટેલ પાછળ બાવળની ઝાડીમાં મોબાઇલની લાઇટથી પત્તા ટીંચતા છ ખેલીઓની પોલીસે અટક કરી રોકડ રૂા. 21,000 જપ્ત કર્યા હતા. લાકડિયા નજીક ભારત હોટેલની પાછળ બાવળની ઝાડીમાં ગત મોડી રાત્રે અમુક શખ્સો મોબાઇલની લાઇટના અજવાળે જુગાર રમી રહ્યા હતા. તેવામાં અચાનક પોલીસ આવી હતી અને અહીંથી રમેશ જેમલ કોળીદીપક હીરા કોળી, ખેતા કરશન કોળી, પ્રવીણ વિસા કોળી, મેરા ખોડા લાલવાણી (કોળી), મેહુલ કરશન મકવાણા નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 21000, ચાર મોબાઇલ, બાઇક એમ કુલ્લ રૂા. 74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

Panchang

dd