ગાંધીધામ, તા. 6: તાલુકાના ખારીરોહારમાં બે શખ્સોએ
યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસના સત્તાવાર
સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ 10 તારીખ 5 ના રાત્રીના
અરસામાં બન્યો હતો. આરોપી રફીક કાસમ નિગામણા અને અલ્તાફ કાસમ નિગામણાએ ગનીભાઈ સાલી
મામદ કતિયાર ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવાનને માથામાં ગંભીર
ઇજાઓ પહોંચી હતી. વચ્ચે પડેલા ફરિયાદી અનવર ભાઈ ઓસમાણભાઈ ટાંક ઉપર પણ આરોપીઓએ લોખંડના
પાઇપ વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ધંધાકીય અદાવત હમલા પાછળ કારણ
ભૂત હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે હત્યા ના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખ ને છે કે કચ્છમાં જીવણ હુમલો અને હત્યાના ઉપરાઉપરી
બનાવો બની રહ્યા છે. રાપરના કારૂડામાં સરા જાહેર યુવાનની હત્યાનો બનાવ તાજો જ છે ત્યાં
ગાંધીધામમાં વધુ એક જીવલેણ હુમલા નો બનાવ બનતા ચકચાર પ્રસરી છે.