• બુધવાર, 02 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ હળવદના ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ વિનોદરાય ઉમિયાશંકર શુકલ (ઉ.વ. 90) (નિવૃત્ત મામલતદાર કલાર્ક) તે સ્વ. લાભશંકર, સ્વ. પ્રમોદરાય, સ્વ. છોટાલાલના નાના ભાઇ, રાજેશ, જયેશ, રજની (નિવૃત્ત પાણી પુરવઠા), પરેશ, હિતેષ (પ્રિયા પાન સેન્ટર - શક્તિ પ્રોવિઝન સ્ટોર)ના કાકા, સાવન, દર્શક, ઓમ, ભવ્યના દાદા તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 2-7-2025ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન `રામકુટિર' વંડી ફળિયાથી સ્વર્ગ પ્રયાણધામ, ખારીનદી જશે.

ભુજ : મૂળ રવના જિજ્ઞાબેન દોશી (ઉ.વ. 43) તે જયેશ ધીરજલાલ દોશીના પત્ની, ક્રિશના માતા, સ્વ. ધનવંતીબેન અને ધીરજલાલ શાંતિલાલ દોશી (આમ્રપાલીવાળા)ના પુત્રવધૂ, લતાબેન પ્રફુલ્લભાઇ દોશીના ભત્રીજાવહુ, દીપા, ભાવિક, હિરેન, કોમલ, ફોરમના ભાભી, હેતલ ભાવિક દોશી, રિદ્ધિ કપિલ દોશી, રિદ્ધિ હિરેન દોશીના જેઠાણી, રંજનબેન હસમુખલાલ મોરબિયા (રાપર)ના પુત્રી, હરેશ અને દીપ્તિના બહેન તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ડોસાભાઇ જૈન ધર્મશાળા, પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : શેખ આઇશુબાઇ હુશેન ઓસમાણ (ઉ.વ. 43) તે આમદ, ઓસમાણના ભાભી, શેખ હાસમ (ભુજ)ના પુત્રી, રમજુ હાસમ, મ. નૂરમામદ હાસમના બહેન તા. 30-6-2025ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : મૂળ જામનગરના શાંતિલાલ વસરામ માધાણી (ઉ.વ. 88) તે સ્વ. ગૌરીબેનના પતિ, કરૂણા, મિતા, સ્વ. રવિના પિતા, અશોકભાઇ, અશ્વિનભાઇના સસરા, ગૌતમ, ગુડ્ડી, મહેકના નાના, સ્વ. મુક્તાબેન મેઘજી લાખાણીના જમાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. જેન્તીલાલ, સ્વ. દમયંતીબેન, લીલાવંતીબેન, ભરતભાઇ, પ્રવીણભાઇના બનેવી તા. 30-6-2025ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ ફતેહગઢના નાથબાવા માયાનાથ રામનાથ (ઉ.વ. 42) તે ગીતાબેનના પતિ, સ્વ. કુંવરબેન રામનાથ શિવનાથ ફતેગઢિયાના પુત્ર, ગં.સ્વ. રતનબેન જેઠાનાથ (મુંદરા)ના જમાઈ, દીપકનાથ, ધર્મિષ્ઠા, નિરાલી, કાવ્યાના પિતા, ગુણવંતીબેન, ગં.સ્વ. જ્યોતિબેન, રોહિતનાથના મોટા ભાઈ, દેવનાથ, સ્વ. મહેન્દ્રનાથના સાળા, લતાબેનના જેઠ, રાજનાથ અને રૂષભનાથના મોટાબાપા, કંચન, સાગરનાથ, રાહુલનાથ, દામિની, મીનાક્ષી, કરણનાથ, તૃપ્તિના મામા, સ્વ. મંજુલાબેન, રતનબેન, સંતોકબેન, સ્વ. રવનાથ, સ્વ. મેઘનાથ, સ્વ. ખીમનાથ, પ્રવીણનાથ, શંભુનાથ, નારાણનાથના ભત્રીજા, શંકરનાથ, શૈલેષનાથ, વિનોદનાથ, અશોકનાથ, જિતેન્દ્રનાથ, રોનકનાથ, મુકુંદનાથ, ભીખાનાથના ભાઈ, ભાવિનનાથ, અર્જુનનાથ, નવીનનાથ, ચંદ્રેશનાથના કાકા, સ્વ. વેલનાથ, સ્વ. બાલનાથ, ધરમનાથ સોમનાથ લખાગઢિયા, ગં.સ્વ. લીલાવતીબેન, મંજુલાબેન, ચંદ્રિકાબેનના ભાણેજ, હિમતનાથ, સ્વ. નીલેશનાથ, હંસાબેન, કાંતિનાથ, રાજેશનાથ, વિશાલનાથના બનેવી તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નાથબાવા સમાજવાડી, અંજાર ખાતે.

ભચાઉ : ઠક્કર ધીરજલાલ લીલાધરભાઇ પૂજારા (ઉ.વ. 65) તે ટોકરશીભાઇ નરશીભાઇ પૂજારાના પૌત્ર, સ્વ. પ્રેમુબેન તથા સ્વ. લીલાધરભાઇ ટોકરશીભાઇ પૂજારાના પુત્ર, પુષ્પાબેનના પતિ, સ્વ. છગનલાલ તથા સ્વ. ત્રિભોવનભાઇ પૂજારાના ભત્રીજા, ઠા. શંભુલાલ, હસમુખભાઇ, કિશોરભાઇ, સ્વ. હંસાબેન ભરતકુમાર પૂજારા (મૂળ સાંથલી હાલે ભચાઉ), ગં.સ્વ. શારદાબેન બળવંતકુમાર સોમેશ્વર (મૂળ ભચાઉ હાલે ગાંધીધામ)ના ભાઇ, સ્વ. લાલજીભાઇ જટાશંકર માણેક (મૂળ આધોઇ હાલે ભચાઉ)ના જમાઇ, ચંદુલાલ, સુરેશભાઇ, ગીતાબેન ગિરીશકુમાર રાચ્છ (આદિપુર), રેખાબેન અશોકકુમાર પૂજારા (ગાંધીધામ)ના બનેવી, સ્વ. દીપચંદભાઇ રામજીભાઇ રાણા (લલિયાણા)ના દોહિત્ર, ખીમજીભાઇ તથા સ્વ. સોમચંદભાઇના ભાણેજ, ચિરાગ તથા યોગેશના પિતા, પીયૂષ, વિનય, રાહુલ, ભાવિકા, દીપ, ઓમ, હિરલના મોટાબાપા તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ફૂલવાડી વિસ્તાર, ભચાઉ ખાતે.

ભચાઉ : મૂળ નેરના નારણભાઈ રાઠોડ વાળંદ (ઉ.વ. 70) તે રંભીબેનના પતિ, પ્રવીણમુકેશ, નરેન્દ્ર, ઉમેશ, મયૂર, વિપુલ, મહેશના પિતા, સ્વ. છગનભાઇ (આદિપુર), ગાવિંદભાઈ (મુંબઈ), માવજીભાઈ (આદિપુર), સ્વ. જમનાબેન દુદાભાઈ ભટ્ટી, જયાબેન નવીનભાઈ ચૌહાણ, ગૌરીબેન મોહનભાઈ ચૌહાણ, મધુબેન ધર્મેન્દ્રભાઈ ગોહિલના ભાઈ, વિજયભાઈ, દીપેનભાઈ, રાહુલના મોટા બાપુ, સ્વ. લખમણભાઇ, સ્વ. દેવજીભાઈ, નવીનભાઈ, મોહનભાઈ, વિનોદભાઈના કાકાઇ ભાઈ, જેન્તીભાઈ, હસમુખભાઈ, જયસુખભાઈ, સુરેશભાઈના કાકાલતાબેન, અંજુબેન, સુનીતાના સસરા, નારણભાઈ, અનિલભાઈ, મોહનભાઈ, પ્રભુભાઈ, સ્વ. દામજીભાઈ, હરેશભાઈ, ભરતભાઈ (મેઘપર, તા. ભચાઉ)ના બનેવી, સ્વ. છગનભાઈ લખમણભાઇ (મેઘપર)ના જમાઈ, રૂપલ, હેતલ, રુહીના દાદા તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 3-7-2025ના નિવાસસ્થાન જૂના બસ સ્ટેશનની સામે, ટાટાનગર, ભચાઉ ખાતે અને પ્રાર્થનાસભા સાંજે 4થી 5.

માધાપર (તા. ભુજ) : કચ્છ સેવક બ્રાહ્મણ મૂળ સિનુગ્રાના હાલે દહીસર (મુંબઇ) વિજયભાઇ રાસ્તે (ઉ.વ. 58) તે વાસંતીબેન (ધનીબેન) બલરામભાઇ જીવરામભાઈ રાસ્તેના પુત્ર, સ્વ. પાર્વતીબેન જીવરામભાઇ રાસ્તેના પૌત્ર, રેખાબેનના પતિ, ખુશીના પિતા, દમયંતીબેન રાજેન્દ્રભાઇ ચત્રભુજ આચાર્ય (ભુજ)ના જમાઇ, સ્વ. કલ્પનાબેન પ્રદીપકુમાર પારેખ, પૂજા હસિત યાજ્ઞિકના ભાઇ, અમિત રાજેન્દ્ર આચાર્યના બનેવી, શીતલ અમિત આચાર્યના નણદોયા, મેહા અમિત આચાર્યના ફુઆ, સ્વ. જયસુખલાલ, દલપતરામ, ભોગીલાલ, ધીરજલાલ, નવીનચંદ્ર, સ્વ. જનકબેન સુભાષચંદ્ર ભટ્ટ, સ્વ. ભગવતીબેન બલરામ બાપટ, નીરાબેન રમેશચંદ્ર બાપટના ભત્રીજા, પ્રવીણ, જયેશ, અમિત, હિમાંશુ, મનીષ, જિતેન્દ્ર, જગદીશ, દેવેન્દ્ર, જિગરના પિતરાઇ ભાઇ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સેવક બ્રાહ્મણ સમાજવાડી, એમ.એસ.વી. હાઇસ્કૂલની પાછળ, નવાવાસ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ વીડીના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) મહેશભાઇ (નિવૃત્ત એસ.ટી.) (ઉ.વ. 74) તે સ્વ. જીવરામભાઇ ભવાનજી સોલંકીના પુત્ર, સરસ્વતીબેન (રસોયા)ના પતિ, નીલેશભાઇ (પી.જી.વી.સી.એલ.)ના પિતા, પ્રીતિબેનના સસરા, સ્વ. હેમરાજભાઇ મોરારભાઇ જેઠવા (અંજાર-દબડા)ના જમાઇ, સ્વ. યજ્ઞેશભાઇ, બિપિનભાઇ, સ્વ. કસ્તૂરીબેન શાંતિલાલ પરમાર (કુકમા), મીનાબેન મહેશભાઇ ચૌહાણના ભાઇ, ધરમશીભાઇ (અંજાર-દબડા), કમળાબેન મધુસૂદન ચાવડા (માધાપર), સવિતાબેન ભરતભાઇ ચૌહાણ (નાગોર), સ્વ. જેન્તીભાઇ કરશન પરમાર (માધાપર)ના બનેવી, નંદની, આરોહીના દાદા, નીરવ, મંથન, કુશલના મોટાબાપા તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના સાંજે 5થી 6 વિનોદભાઇ પરસોત્તમ સોલંકી ભવન (મિત્રી સમાજવાડી), બસ સ્ટેશનની બાજુમાં, માધાપર ખાતે.

સૂરજપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની મૂળ મનફરાના ઇશ્વરલાલ વીશાપરમાર (ઉ.વ. 68) તે ગં.સ્વ. ગૌરીબેન જેરામના પુત્ર, સ્વ. નયનાબેનના પતિ, જિજ્ઞેશ, હિતેષના પિતા, ખુશ્બૂ, મોનિકાના સસરા, યશ, વેદાંશી, હિતાંશના દાદા, સ્વ. ચંદુલાલ, સ્વ. અરવિંદ, પ્રભુભાઇ, ત્રિવેણીબેન, લીલાવંતીબેનના ભાઇ, અલ્પાબેન, રજનીબેનના જેઠ, બેનિશ, યોગેશ, ઓમ, સંજયના મોટાબાપા, માયનાના મોટા સસરા, સ્વ. શાંતાબેન મોતીલાલ બિજલાણીના જમાઇ, કલ્યાણજીભાઇ કાનજી પોમલ, સ્વ. કીર્તિભાઇ હરિરામ સાકરિયાના સાળા, વૈશાલી હિતેષભાઇ ચૌહાણ (ચકાર-કોટડા), હેમાલી કપિલભાઇ પોમલ (ભુજ)ના મામા, હરેશભાઇ, જયંતીભાઇ, રંજનબેન, વનિતાબેન, દમયંતીબેન, પ્રવીણાબેન, પ્રતિમાબેન, અનિલાબેનના બનેવી તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 લેવા પટેલ સમાજવાડી, સૂરજપર ખાતે. 

મોમાયમોરા (તા. માંડવી) : શાંતાબેન હીરજીભાઈ જબુઆણી (ઉ.વ. 66) તે હીરજીભાઈ  રાજાભાઈ જબુઆણીના પત્ની, સ્વ. હીરાબેન રાજાભાઈ મનજીભાઈના પુત્રવધૂ, સ્વ. વીરજી વસતા વાસાણી (વડવા)ના પુત્રી, મનોજ, કલ્પેશ, વનિતાબેન સુરેશભાઈ (માધાપર-ભુજ), હેમલતાબેન હરેશભાઈ (ભુજ), મનીષાબેન નરાસિંહભાઈ (દેવપર યક્ષ), શીતલબેન અશોકભાઈ (વિરાણી નાની)ના માતા, અંકિતાબેન, જિજ્ઞાબેનના સાસુ, સ્વ. લધાભાઈ રાજાભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. કંકુબેન લધાભાઈ જબુઆણીના દેરાણી, સવિતાબેન હીરજીભાઈ (વાવકંપા), સ્વ. કેસરબેન અને હરિભાઈના ભાભી, મંજુલાબેન હરિલાલ જબુઆણીના જેઠાણી, આરુષ, મનસ્વના દાદી, જય, જૈમીન, વૈદી, વેદ, અંજનિ, સાવન, પૂજન, ઓમના નાની તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-7-2025ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 દિવ્યશક્તિ સમાજવાડી, મોમાયમોરા ખાતે.

શિરવા (તા. માંડવી) : મૂળ ધુણઇના મોઘીબાઇ (ઉ.વ. 78) તે ભા. શંકરલાલ ઉમરશી ચાંદ્રાના પત્ની, ખેતશી, ભરત, રુક્ષ્મણિબેન ગોવિંદભાઇ (મઉં), સ્વ. વિમળાબેન / જયાબેન પ્રવીણભાઇ (ઝુરા), હંસાબેન ભાવેશ ગોરી (શિરવા-રાજકોટ)ના માતા, સ્વ. બબીબાઈ વાલજી રામજી ગોરી (ભીમાણી)ના પુત્રી, કસ્તૂરીબેન ચત્રભુજ ભદ્રા (શિરવા), પ્રતાપભાઇ (માધાપર પીજીવીસીએલ), લક્ષ્મીદાસ, વસંતભાઇના બહેન, સ્વ. ભાણજી, સ્વ. કાનજી, સ્વ. આણંદજી રામજીના ભત્રીજી તા. 1-7-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષે પ્રાર્થનાસભા તા. 2-7-2025ના બુધવારે સાંજે 4થી 5 જાગીર હોલ, આશાપુરા માતા મંદિર, શિરવા ખાતે.

છસરા (તા. મુંદરા) : સજનબા કાનજીભા સોઢા (ઉ.વ. 80) તે સ્વ. કાનજીભાના પત્ની, રામસંગજીના માતા, સોઢા ગોપાલજી વેલુભાના દાદી, સોઢા જીલુભા વેલુભા, ઉમરસંગજી, દેવુભાના ભાભી, ધનુબા, જોરૂભા, જીલુભા, પ્રવીણસિંહના મામી, સોઢા ભગવાનજી જેઠુભાના કાકી તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. તા. 7-7-2025ના દશાઉ તથા તા. 11-7-2025ના બારસ.

રાજકોટ : ગિરીશભાઇ જમનાદાસભાઇ સેજપાલ (ઉ.વ. 59) તે સ્વ. જમનાદાસ કરશનજીભાઇ સેજપાલ તથા સ્વ. સરસ્વતીબેનના પુત્ર, પુનિતાબેનના પતિ, પ્રિયંકા, મંથનના પિતા, જયેશભાઇ, રાજનભાઈ, દક્ષાબેન જિતેન્દ્રકુમાર કુંડલિયાના ભાઇ, ધ્વનિલકુમાર અતુલભાઇ રૂપારેલિયાના સસરા, હરગાવિંદભાઇ કરશનજીભાઇ સેજપાલના ભત્રીજા, રમેશભાઈ, બિપિનભાઈ, ભરતભાઈ, ઘનશ્યામભાઇ, પંકજભાઇના ભાઇ, સ્વ. કાનજીભાઇ ખોડીદાસભાઈ પૂજારાના ભાણેજ, સ્વ. અમૃતલાલ દેવચંદભાઈ ભોજાણી (મોરબી)ના જમાઇ, જીયા, પરલ, ધિયાના મોટાબાપા, શ્રદ્ધાબેન, જિગરભાઇના મામા તા. 28-6-202પના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. 3-7-2025ના ગુરુવારે સાંજે પથી 6 પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા સ્કૂલની સામેની શેરી, રાજકોટ ખાતે.

મુંબઇ : જયંતીલાલ રસિકલાલ શાહ (ઉ.વ. 80) (નાના ભાડિયા) તે સ્વ. રમીલાબેન રસિકલાલ શાહના પુત્ર, જીવતીબેનના પતિ, અશોક, છાયા, જિતેન્દ્રના પિતા, સ્વ. પાસવીર વિશનજી શાહ (સુમરાસર-શેખ)ના જમાઇ, સ્વ. મણિલાલ, દિલીપ, રમેશ, ધીરજના બનેવી તા. 29-6-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd