• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

મુંદરામાં અખિલ કચ્છ ખત્રી સમાજની ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

મુંદરા, તા. 22 : મુંદરા ખાતે અખિલ કચ્છ ખત્રી સમાજની કેપીએલ-2026 મુંદરા સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. કચ્છમાંથી 10 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં કે.ડી. / સરપ્રાઇઝ ટીમ ચેમ્પિયન, જ્યારે સ્ટાર ગાંધીધામ રનરઅપ રહી હતી. વિજેતા ટીમને મુંદરા ખત્રી સમાજના આગેવાનોના હસ્તે ટ્રોફી અપાઇ હતી. આ પ્રસંગે મુંદરા ખત્રી સમાજના પ્રમુખ નૂરમોહમ્મદભાઇ, હાજી મકસૂદભાઇ, હાજી હસન સુલેમાનભાઇ, મુંદરા નગરપાલિકાના કાઉન્સિલર ઇમરાન ખત્રી, યુસુફ ખત્રી, સાડાઉના મુસ્લિમ અગ્રણી કાદરશા સૈયદ, મામદશા સૈયદ અને સરપંચ અઝીઝભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવામાં હારૂન રશીદ, અહેમદ રઝા, ગુલામ કાદર, ઇસ્તિયાક, કૈફ, મારુક, મઝહર, મોહિબ, સાદ, શોકત, યાસર, અસલમ, બાસિત, ગુલામ મુસ્તફા, હસ્સાન, મુઝ્ઝમિલ, તન્ઝિલ, મોહમ્મદભાઇ સહિત ખત્રી યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ટુર્ના.માં મેન ઓફ ધ સિરીઝ ઇકરાફ (કે.ડી.), બેસ્ટ બેટર મુનાફ (સ્ટાર), બેસ્ટ બોલર મોઇન (કે.ડી.) રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd