• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

`દવાઓના ઊંચા ભાવ એ ધોળા દિવસે લૂંટ'

નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટમાં ચાલતી બે અરજીઓની સુનાવણી દરમ્યાન દવા સંબંધિત મુદ્દા ઉઠાવાયા હતા, જેમાં દવાના ઊંચા ભાવ પર નિયંત્રણ નક્કી કરવાનો ઉલ્લેખ કરાયો હતો. અદાલતે કેન્સરની દવાઓના હદથી વધુ ભાવ લઇને દર્દીઓ સાથે `ધોળા દિવસે લૂંટ' થતી હોવાનો આઘાત વ્યક્ત કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે, કેન્સરની એક દવા જે છૂટક વેપારીને રૂા. 2700માં અપાય છે, પરંતુ દર્દી પાસેથી વેપારી રૂા. 27000 વસૂલે છે. આમ એમઆરપી રિટેઈલર્સને આપવામાં આવતી કિંમત કરતાં 10 ગણી વધારે છે. જો આ લૂંટ નથી તો શું છે ? લોકો  સારવાર કરાવવા માટે ઘર, ઘરેણા બધું જ વેચી દે છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે, દવાઓ પર જે મહત્તમ વેચાણ કિંમત છાપવામાં આવે છે તેનાથી ગ્રાહકોને ધોળા દિવસે છેતરવામાં આવે છે. આ એક પ્રકારે ઉઘાડી લૂંટ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે અધિકારીઓએ આ મામલે કાર્યવાહી કરવાની રહે છે તે મૂકપ્રેક્ષક બની રહ્યા છે, એ દુ:ખદ બાબત છે. એક અરજદારે બેન્ચ સમક્ષ કહ્યું હતું કે, નોંધાયેલા તબીબો દ્વારા જેનરિક દવાઓના ઉપયોગ પર ભાર મુકાય અને ફાર્મા કંપનીઓ દ્વારા જે મહત્તમ વેચાણ કિંમત નક્કી કરાય છે તે અંગે કાયદાકીય નિયંત્રણ મુકાવું જોઇએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd