• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

વિજ્ઞાન સામે કુદરતની સર્વોપરિતા પુરવાર

નવી દિલ્હી, તા. 22 : ઘણીવાર કહેવામાં આવે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજી ગમે તેટલી આગળ વધી જાય પરંતુ કુદરત પોતાનું અસ્તિત્વ અને સર્વોપરિતાનો અહેસાસ કરાવી જ દે છે. કંઈક આવું જ રામપુર શહેરની જોડિયા બહેનોનાં કિસ્સામાં વધુ એકવાર પુરવાર થાય છે. આ જોડિયા બહેનોની આંખો સામે બાયોમેટ્રિક સિસ્ટમ પણ નિષ્ફળ થઈ ગઈ. રેટિના અને અંગૂઠાના નિશાન એકસમાન હોવાને કારણે તેમના આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા અટકી ગઈ હતી જ્યારે લાંબા સમયથી વૈજ્ઞાનિક માન્યતા છે કે બે વ્યક્તિઓના અંગૂઠાના નિશાન એકસરખા હોઈ શકે નહીં. આ જ કારણસર વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવા માટે લાંબા સમયથી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.  રામપુરના ખારી કુઆં વિસ્તારના રહેવાસી જુબૈર ઇલ્યાસની જોડિયા દીકરીઓ તૂબા અને ખિઝરાની છે. તેમણે એક દીકરી તૂબાનું આધાર કાર્ડ તો બનાવી લીધું હતું પરંતુ જ્યારે  ખિઝરાનું આધાર કાર્ડ બનાવવાનો વારો આવ્યો ત્યારે આંખો અને અંગૂઠાના નિશાન સ્કેન કરતી વખતે પ્રક્રિયા અટકી ગઈ. આધાર કાર્ડ બનાવતા કેન્દ્રના સંચાલકે જણાવ્યું કે ખિઝરાની રેટિના અને ફિંગરપ્રિન્ટની પેટર્ન ડુપ્લિકેટ હોવાનું દર્શાવીને સ્કાનિંગ મશીન પ્રક્રિયા અટકાવી દે છે. જુબૈર ઈલ્યાસને ડીએમ અજય કુમાર દ્વિવેદીની કચેરીમાં ખબર પડી કે જોડિયા દીકરીઓની આંખો, અંગૂઠા અને આંગળીઓની રેખાઓનો પેટર્ન એકદમ એકસરખો છે. આ સાંભળીને ડીએમ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. - ખાસ કિસ્સામાં આધારકાર્ડ બન્યા : ડીએમએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો. તેમણે દિલ્હી અને લખનઉના ઉચ્ચ અધિકારીઓ સાથે માત્ર આ મામલે વાત જ કરી નહીં, પરંતુ વિશેષ પરિસ્થિતિઓ (અપવાદના નિયમ) હેઠળ મંજૂરી પણ મેળવી. ત્યારબાદ જોડિયા બહેનોના આધાર કાર્ડ પણ જારી કરાવવામાં આવ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd