નાગોયા, તા. 22 : એશિયન ગેમ્સમાં બેડમિન્ટન કવાર્ટર ફાઇલનમાં
ભારતનો લક્ષ્ય સેન જાપાનના કોડાઇ નારોકા સામે ખરાબ રીતે પાછળ હોવા છતાં યાદગાર વાપસી
કરીને જીત મેળવી હતી. ભારતીય બેડમિન્ટન ટીમે જાપાનને 3-0થી હરાવીને સેમિફાઇનલ પ્રવેશ કર્યો હતો અને
ચંદ્રક સુનિશ્ચિત બનાવ્યો. એક કલાક 6 મિનિટની મેચમાં લક્ષ્ય પહેલી ગેમ 11-21થી હાર્યો,
પણ પછી સપોર્ટ સ્ટાફની સલાહ બાદ રમત બદલીને બીજી ગેમ 21-5થી કબજે કરી ત્રીજી ગેમમાં તે 6-11થી પાછળ હતો, પણ પછી સતત શટલનો બચાવ કરીને ફલેટ
હાફ સ્મેશ સાથે લડતો રહ્યો અને આખરે 21-19થી જીત મેળવી. પ્રથમ ડબલ્સ રમતા, સાત્ત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી, જેમણે આ સિઝનમાં બે ટાઇટલ જીત્યા છે. તેમણે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન હોકી ટાકુરો
અને કોબાયાશી યુગો પર 21-18, 24-22થી વિજય નોંધાવ્યો અને ભારતની લીડ 2-0 સુધી લંબાવી હતી. આ વર્ષે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ આયુષ શેટ્ટીએ
પ્રભાવશાળી પ્રદર્શન કરીને વિશ્વના 16મા ક્રમાંકિત ખેલાડી કોકી વાતાનાબેને 21-10, 21-19થી હરાવીને મેચ અને ભારત માટે મેડલ જીત્યો હતો.
બુધવારે ભારતનો મુકાબલો સેમિ-ફોરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન અને કોરિયા વચ્ચે રમાનારી
બીજી કવાર્ટર ફાઇનલના વિજેતા સાથે થશે.