• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

સામખિયાળીમાં જુગાર ક્લબનો પર્દાફાશ : આઠ ખેલી ઝડપાયા

ગાંધીધામ, તા. 22 : સામખિયાળીમાં એક વાડામાં ઓફિસની છત પર ઓરડીમાં જુગાર રમતા આઠ ખેલીને બોર્ડર રેન્જની ટીમે પકડી પાડી રોકડ રૂા. 67,920 જપ્ત કર્યા હતા તેમજ જુગાર રમવા બેસેલા શખ્સ પાસેથી બિયરના નવ ટીન પણ જપ્ત કરાયાં હતાં. સામખિયાળીમાં રહેનાર રોહન મહાદેવ જાટાવાડિયા નામનો શખ્સ પોતાના કબજાના વાડામાં ઓફિસ ઉપર ઓરડીમાં અમુક શખ્સોને બોલાવી જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે બોર્ડર રેન્જની ક્રાઈમ ટીમે અહીં છાપો માર્યો હતો. આ ઓરડાની માલિકી મુંબઈના તેજીબેન ડાયાલાલ ફારિયાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઓરડીમાં  ગંજીપાના વડે નસીબ અજમાવતા રોહન મહાદેવ જાટાવાડિયા, અનિરુદ્ધસિંહ નારણસિંહ સોલંકી, ભાવેશ બાબુલાલ સાંખોલ, કુલદીપ દિનેશ દવેનિકુલ દયારામ જાટાવાડિયા, હસમુખ લાલજી મસૂરિયા, જયદીપ પ્રવીણ દવે તથા કૌશિક સુરેશ દવેની પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 67,920 તથા નવ મોબાઈલ, વાહનો મળીને કુલ રૂા. 3,15,920નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ શખ્સોમાં જ્યાં રમવા બેઠા હતા, ત્યાંથી બિયરના નવ ટીન પણ મળી આવ્યાં હતાં, જે જયદીપ દવે લઈ આવ્યો હોવાનું બહાર આવતાં તેની સામે અલાયદી ફરિયાદ નોંધાઈ હતી. સામખિયાળીમાં આવતાં-જતાં વાહનચાલકોને લાલચ આપી, ફોડીને લોખંડના સળિયા સેરવી લેવાતા હોવાની વાત સપાટી ઉપર આવી છે, ત્યારે તે દિશામાં પણ ઉચ્ચ સ્તરેથી કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd