ગાંધીધામ, તા. 22 : રાપરના બાદરગઢમાં મહિલાને ધમકી આપી બદકામ કરનાર
તથા તેને મદદગારી કરનારા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.રાપરના બાદરગઢમાં
સાડા છ મહિના સુધી આ બનાવ બન્યો હતો. આરોપી કમલેશ ભુરા રાઠોડ (ભીલ) નામના શખ્સે એક
મહિલાને ધાકધમકી કરી તથા પતિ, પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર અલગ-અલગ
જગ્યાએ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો તેમજ આરોપી ભોજા ભીખા સોલંકીએ ફરિયાદી
મહિલાને ગાળો આપી મદદગારી કરી હતી. બનાવ અંગે રાપર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.