ગાંધીધામ, તા. 22 : ભચાઉના શિવલખામાં આવેલી એક વાડીમાં પોલીસે છાપો
મારી રૂા. 20,189ના દારૂ સાથે એક શખ્સને પકડી પાડયો હતો જ્યારે
એક નાસી ગયો હતો તથા મુખ્ય આરોપી હાજર મળ્યો ન હતો. શિવલખાના રવેચીનગર નજીક આવેલી વાડીમાંથી
દારૂની હેરાફેરી થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો પણ વાડી માલિક
સિદ્ધરાજસિંહ જાડેજા હાજર મળ્યો ન હતો. પોલીસે અજિતસિંહ હીરજી જાડેજાને પકડી પાડયો
હતો અને રાજેશ કોળી નામનો શખ્સ નાસી છૂટયો હતો. આ વાડીમાં જુદી જુદી જગ્યાએ છુપાવેલો
દારૂ પોલીસે શોધી કાઢ્યો હતો. 750 મિ.લી.ની
16 બોટલ તથા 53 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 20,189નો શરાબ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવેલા રાજેશ
તથા સિદ્ધરાજસિંહને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.