• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ચીનની 13 વર્ષીય સ્વિમરે 24 કલાકમાં બે ગોલ્ડ જીત્યા

નવી દિલ્હી, તા.21 : માત્ર 13 વર્ષની ઉંમરે ચીનની સ્વિમર યુ ઝિદી મહિલા સ્વામિંગમાં રેકોર્ડ રચવા આગળ વધી રહી છે. આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં સોમવારે તેણે મહિલાઓની 200 મીટર ઇન્ડિવિડ્યુઅલમાં 2:06.10 ના સમય સાથે પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે કેનેડાની ઓલિમ્પિક ચેમ્પિયન સમર મેકિન્ટોશના વર્લ્ડ રેકોર્ડથી માત્ર 0.40 સેકન્ડ પાછળ રહી ગઈ હતી. યુ ઝિદીની સુવર્ણ સફળતા 24 કલાકથી પણ ઓછા સમયમાં આવી છે. આ પહેલા તેણે 200 મીટર બટરફ્લાયમાં 2:05.28ના ગેમ્સ-રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. હવે તે આ સપ્તાહના અંતમાં 400 મીટર ઇન્ડિવિડ્યુઅલમાં પણ ઉતરશે. એશિયન ગેમ્સમાં આ શાનદાર પ્રદર્શન બાદ હવે સ્વામિંગ જગતમાં યુ ઝિદી અને સમર મેકિન્ટોશ વચ્ચેના ભવિષ્યના મહામુકાબલાની અપેક્ષાઓ વધી ગઈ છે. આ બંને દિગ્ગજ સ્વિમરો આવતા વર્ષે બુડાપેસ્ટ ખાતે યોજાનારી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં આમને-સામને આવી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd