• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં ગોલ્ડની પ્રતીક્ષા જારી

નવી દિલ્હી, તા. 21 : જાપાનના આઇચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સના બીજા દિવસે પણ ભારત સુવર્ણ પદકથી વંચિત રહ્યું હતું. જોકે, મેડલ જીતવાનો સિલસિલો અકબંધ રહ્યો છે. સોમવારે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા દેશના ખાતામાં વધુ ચાર મેડલ ઉમેર્યા હતા. આ સાથે જ બે દિવસની સ્પર્ધાના અંતે ભારતની કુલ મેડલ સંખ્યા 6 પર પહોંચી ગઈ છે. જેમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  સોમવારે ભારતે જીતેલા ચાર મેડલમાંથી ત્રણ મેડલ નિશાનેબાજોએ (શાટિંગ રેન્જમાં) અપાવ્યા હતા. તેમજ ફાઇટર સુચિકા તરિયાલે એમએમએ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આજે નિશાનેબાજોનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ 10 મીટર એર રાઇફલની ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં ભારતીય શૂટરોએ એકાગ્રતાનો અદભુત નમૂનો રજૂ કર્યો હતો. ફાઇનલમાં હિમાંશુ ઢિલ્લોને 252.4 અંક સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સ્ટાર ભારતીય શૂટર રુદ્રાક્ષ પાટીલે 230.9 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ચીનના શૂટર શેગ લિહાઓએ 254.2 અંક સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ટીમ ઇવેન્ટમાં પણ ભારતીય શૂટરોની ત્રિપુટીએ કમાલ કરી બતાવી હતી. પાર્થ માને, રુદ્રાક્ષ પાટીલ અને હિમાંશુ ઢિલ્લોનની ભારતીય ટીમે સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન કરતા 1890.1 અંક સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને દેશને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ ટીમ ઇવેન્ટમાં ચીનની ટીમે 1899.9 અંક સાથે ટોચ પર રહીને સુવર્ણ પદક જીત્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd