ભુજ, તા. 22 : લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે માદક પદાર્થ
ગાંજાનો 69 ગ્રામ જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો
હતો. આમાં ભુજના બે ઈસમના નામ ખુલ્યાં છે.ગઈકાલે રાતે દયાપર પોલીસે બાતમીના આધારે દયાપરના બસ સ્ટેશન પાસે ગાંજાનું વેચાણ કરતા ઈકબાલ
અદ્રેમાન ખલીફા (રહે. કુંભાર ફળિયો, દયાપર)ને 69 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિં. રૂા. 3477 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000 સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે ભુજના ફિરોજ
ચાકી અને જંગો પાસેથી ખરીદ્યાની કેફિયત આપતાં ત્રણે વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો
દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.