• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં ચેસ ટૂર્નામેન્ટમાં 80 ખેલાડીએ ભાગ લીધો

ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સક્સેસ ચેસ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે  હેવન ઓફ કચ્છ ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 80  ખેલાડીએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં નીલ નાનકાની પ્રથમ, પ્રફુલ્લ મહેતા દ્વિતીય તથા રામ પ્રવેશ તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે રિયાન્શીબા ઝાલાએ બેસ્ટ ફીમેલ (ઓપન)નો એવોર્ડ મેળવ્યો હતો. અન્ડર-16 કેટેગરીમાં ધૈર્ય ઠક્કર, ગુગડી યજ્ઞેશ અને વિહાન રાઠોડ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહ્યા હતા. અન્ડર-12 કેટેગરીમાં અર્જિત મિશ્રા, આરવ પરમાર તથા સોલંકી લિયા અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહ્યા હતા. વિશેષ એવોર્ડમાં સોલંકી લિયાને બેસ્ટ ગર્લ અન્ડર-16 તથા અન્ડર-12માં રિયાન્શીબા ઝાલાને બેસ્ટ ગર્લનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં કુલ 24,250ની રોકડ ઇનામ રાશિ ઉપરાંત પ્રથમથી તૃતીય ક્રમાંક મેળવનાર ખેલાડીઓને ટ્રોફી અને મેડલ્સ અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રસંગે મોરારિ શર્મા તથા દેવ દાદલાણીએ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે ધીરેન ચુડાસમા અને સુરેશ ગામીતીએ કરીને અન્ડર-16 અને અન્ડર-12 કેટેગરીમાં સેવા આપી હતી. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા સી.એ. અમિતા ઉદવાણી, દીપેન જોડ, આનંદ ઉદવાણી વગેરેએ સેવા આપી હતી. ટૂર્નામેન્ટમાં રીંકલ દાવડાએ ડિરેક્ટર તરીકે તેમજ સંજય દાવડા અને હર્ષ રૂપારેલે ઓર્બિટર તરીકે ફરજ નિભાવી હતી. સક્સેસ ચેસ એકેડેમી દ્વારા ભવિષ્યમાં પણ આવી ગુણવત્તાસભર સ્પર્ધાઓનું આયોજન કરીને રાજ્યમાં ચેસ રમતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની નેમ વ્યક્ત કરાઇ હતી.

Panchang

dd