• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ચેક પરતમાં સજાનો હુકમ જિલ્લા કોર્ટેય માન્ય રાખ્યો

ભુજ, તા. 3 : ત્રણ ચેક પરત ફરવાના કેસમાં આરોપી ભાવેશ મનજી કેરાઇને સજા અને વળતરનો હુકમ જિલ્લા કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ પતિના મિત્ર ભાવેશ મનજી કેરાઇને ધંધાર્થે કાંતાબેન કિશોરભાઇ વાઘજિયાણીએ 25 લાખ ઉછીના આપ્યા હતા. પાંચ-પાંચ લાખના લખી આપેલા પાંચ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતાં કાંતાબેને કેસ દાખલ કર્યો હતો. ત્રણ ચેકમાં આરોપી ભાવેશને ભુજની ચીફ કોર્ટે તક્સીરવાન ઠેરવી એક-એક વર્ષની જેલ તેમજ ચેક જેટલી રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો, જેને આરોપીએ પડકારતાં જિલ્લા કોર્ટે પણ તે હુકમને માન્ય રાખતો આદેશ કર્યો છે. બંને કોર્ટમાં ફરિયાદીના વકીલ તરીકે દિનેશ એમ. ગોહિલ, ધનજી મેરિયા, નીરજભાઇ આર. સુંદરા, સમીરાબેન ચાકી, મેરુનીશાબેન મીર, મુશ્કાનબેન વેગડ, વર્ષાબેન બારોટ હાજર રહ્યા હતા

Panchang

dd