• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

મોટી ગોધિયારમાંથી 32હજારનો શરાબ જપ્ત

ભુજ, તા. 3: બાતમીના આધારે આજે નખત્રાણાના મોટી ગોધિયારમાંથી રૂા. 32,595નો શરાબનો જથ્થો એલસીબીએ જપ્ત કર્યો હતો. જોકે આ કામના બે આરોપી દરોડા દરમ્યાન હાજર મળ્યા નહતા. એલસીબીએ આજે સાંજે નખત્રાણા તાલુકાના મોટી ગોધિયારમાં રહેતા વિજયસિંહ રામસિંહ સોઢાના રહેણાક મકાન પર બાતમીના આધારે દરોડો પાડતા મકાનની બહાર બાથરૂમ પાસેથી અલગ-અલગ બ્રાન્ડની શરાબબબની નાની-મોટી બોટલ નંગ - 80 જેની કિ. રૂા. 26,720 તથા બિયરના ટીન નંગ - 47 કિ. રૂા. 5,875 એમ કુલ્લે રૂા. 32,595નો શરાબનો જથ્થો જપ્ત કરી આ કામના હાજર ન મળેલ આરોપી વિજયસિંહ ઉપરાંત નવલસિંહ જામસિંહ સોઢા (રહે. ચંદ્રનગર, તા. નખત્રાણા) વિરુદ્ધ નિરોણા પોલીસમથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઈ હતી.

Panchang

dd