ભુજ, તા. 3 : મોરબી વિસ્તારમાં ક્રાઇમ-2 બોર્ડર રેન્જ ભુજ પોલીસ દ્વારા દરોડો પાડી
એક ઓફિસમાં ચાલતા જુગાર પર દરોડો પાડી ચાર શખ્સ સાથે મુદ્દામાલ ઝડપી પડાયો હતો. આ બનાવ
અંગે નોંધાયેલી ફરિયાદ અનુસાર ક્રાઇમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના
આધારે મોરબી વિસ્તારમાં ઘુટુ રોડ રાધે કોલ એન્ટરપ્રાઇઝની અંદર આવેલી ઓફિસમાં દરોડો
પાડતાં જુગાર ખેલતા જગદીશ ભવાનજી અઘારા (રહે. રવાપર રોડ, મોરબી), શૈલેષ ઉર્ફે કાળુ
પ્રભુ શનારિયા (ગામ-રફાળેશ્વર, મોરબી), યોગેશ લક્ષ્મણ પટેલ (મિલાપનગર-મોરબી) અને જયેશ શાંતિલાલ કાલરિયા (મિલાપનગર,
મોરબી)ને ઝડપી પાડયા હતા. આ જુગારના દરોડામાં રોકડ રૂા. 1,85,300, મોબાઇલ નંગ ચાર કિં. રૂા. 14,000 તથા વાહન નંગ બે, કિં. રૂા. 3,25,000 સહિત રૂા. 5,24,300નો મુદ્દામાલ કબજે લઇ શખ્સો
વિરુદ્ધ જુગારધારા તળે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કાર્યવાહીમાં પી.આઇ. એલ. પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.
એ. પી. વાઘેલા, એ.એસ.આઇ. મનસુખ પટેલ,
હે.કો. અનિરુદ્ધસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા,
મોહિતભાઇ ચાવડા જોડાયા હતા.