નવી દિલ્હી, તા. 3 : આઇસીસીએ ભારતીય
મૂળના અમેરિકી ક્રિકેટર બોડુગુમ અખિલેશ રેડ્ડી પર આઠ વર્ષના પ્રતિબંધની મોટી સજા ફટકારી
છે. આઇસીસીના એન્ટી કરપ્શન યૂનિટે અખિલેશ રેડ્ડીને દોષિત જાહેર કર્યો છે. પૂરો મામલો
અબુધાબી ટી-10 લીગ-202પ સાથે જોડાયેલો છે. આઇસીસીની
વિજ્ઞપ્તિ અનુસાર ટૂર્નામેન્ટ દરમિયાન મેચના પરિણામ અને દિશાને પ્રભાવિત કરવામાં અખિલેશ
રેડ્ડીનો હાથ હતો. તેણે અન્ય ખેલાડીઓને પણ મેચ ફિકસીંગ માટે લાલચ આપી હતી. આઇસીસીએ
કહ્યું છે અભિષેક રેડ્ડી પરનો 8 વર્ષનો પ્રતિબંધ
21 નવેમ્બર-202પથી લાગુ થશે. આ દરમિયાન તે
કોઇ પણ માન્યતા પ્રાપ્ત ક્રિકેટ સ્પર્ધાનો હિસ્સો બની શકશે નહીં. 26 વર્ષીય બોડુગુમ અખિલેશ રેડ્ડી
અમેરિકા ટીમ તરફથી 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે, જ્યારે ભારતમાં હૈદરાબાદ તરફથી વિજય હઝારે ટ્રોફી
રમી ચૂકયો છે. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો નેટ બોલર રહી ચૂકયો છે.