ગાંધીધામ, તા. 3 : રાપરના આડેસરમાં જાહેરમાં જુગાર
રમતા પાંચ ખેલીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,200 જપ્ત કરાયા હતા. આડેસર ગામના
રામ મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાં આજે બપોરે અમુક શખ્સો ગંજીપાન વડે પોતાનું નસીબ
અજમાવી રહ્યા હતા. તેવામાં પૂર્વ બાતમીના આધારે અચાનક આવેલી પોલે અહીંથી ગામના નાથા
ભલા સોલંકી, પ્રેમજી દેવજી સોલંકી,
સામા ગોપાલ ધવડ, રેવાગર કૈલાસગિરિ ગોસ્વામી તથા
દેસરા ગોપારા ગોહિલ નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ
રૂા. 11,200 હસ્તગત કર્યા હતા.