• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ઈરાન પર ગમે ત્યારે હુમલો : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 3 : ઈરાન પર સૈન્ય હુમલા ટાળવાની વાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછું કહ્યું હતું કે, જરૂર પડયે અમેરિકા ઈરાન પર હુમલા કરી શકે છે. હું નિર્દોષ લોકોને મારવા નથી ઈચ્છતો. અમે સૈન્ય કાર્યવાહીનાં સ્થાને વાતચીત મારફતે સમાધાન ઈચ્છીએ છીએ, તેવું તેમણે ઉમેર્યું હતું. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમે જ્યારે ઈચ્છીએ ત્યારે કાર્યવાહી કરી શકીએ છીએ. અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે જ મધ્યસ્થો મારફતે પરોક્ષ વાતચીત નિર્ધારિત હતી, તેવા સમયે અમેરિકી રાષ્ટ્રપતિએ આવી ટિપ્પણી કરી હતી. આ વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ રોકવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. દરમ્યાન, અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો હતો કે, અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર હુમલો કર્યો હતો. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે, અમેરિકી હુમલામાં એક રહેણાક મકાન તબાહ થઈ ગયું, જેમાં એક દંપતી અને તેમના બે વર્ષનાં બાળકનાં મોત થયાં હતાં.

Panchang

dd