અમદાવાદ, તા. 3 : રાજ્યમાં સર્જાયેલી લો પ્રેસર
સિસ્ટમને કારણે થયેલા ભારેથી અતિ ભારે વરસાદથી સૌથી મોટો લાભ જળાશયો-ડેમોમાં જોવા મળી
રહ્યો છે. જો કે, કચ્છમાં માંડ
25.45 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતના
કુલ 207 ડેમોમાં કુલ જળસંગ્રહ 16,950.06 MCM-મિલિયન ક્યુબિક મિટર એટલે
કે 67.11 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા
24 કલાકમાં જ 638.54 એમસીએમ પાણીનો વધારો નોંધાયો
છે, જ્યારે 31મીની સરખામણીએ રાજ્યના જળાશયોમાં 3,528.55 એમસીએમ વધુ પાણી સંગ્રહિત થયું
છે. આ સ્થિતિ આગામી પીવાનાં પાણી, સિંચાઈ
અને વીજ ઉત્પાદન માટે રાહતજનક માનવામાં આવી રહી છે. આમ છતાં રાજ્યના તમામ વિસ્તારોમાં
સ્થિતિ એકસરખી નથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમો ઝડપથી ભરાઈ રહ્યા છે
અને અનેક ડેમો હાઈએલર્ટ અથવા વોર્નિંગ પર છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ
ઓછો રહેતાં જળસંગ્રહ હજુ પણ સંતોષકારક કહી શકાય એવો નથી. સૌરાષ્ટ્રમાં પણ જિલ્લાવાર
ચિત્રમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ડેમ લગભગ છલકાવાની સ્થિતિમાં છે,
જ્યારે દેવભૂમિ દ્વારકામાં હજુ પણ અત્યંત ઓછો જળસંગ્રહ થયો છે.
દક્ષિણ ગુજરાત : જળસંગ્રહ : 70.97 ટકા
13માંથી 8 ડેમ સંપૂર્ણ
ભરાયા
મધ્ય ગુજરાત : જળસંગ્રહ
: 55.06 ટકા
ઉત્તર ગુજરાત : જળસંગ્રહ : 41.69 ટકા
એકપણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી.
સૌરાષ્ટ્ર : જળસંગ્રહ : 52.62 ટકા
16 ડેમ સંપૂર્ણ ભરાયા
કચ્છ : જળસંગ્રહ માત્ર 25.45 ટકા
20માંથી માત્ર એક ડેમ સંપૂર્ણ ભરાયો.
રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતો વિસ્તાર