પોર્ટ ઓફ સ્પેન, તા. 3 : ઓલરાઉન્ડર
જસ્ટિન ગ્રીવ્સની અણનમ અર્ધસદીની મદદથી પાકિસ્તાન વિરુદ્ધની બીજી ટેસ્ટના પ્રારંભે
વેસ્ટ ઈન્ડિઝના 74 ઓવરમાં પ
વિકેટે 239 રન થયા હતા. પહેલા દિવસની રમતના
અંતે જસ્ટિન ગ્રીવ્સ 12પ દડામાં
8 ચોગ્ગાથી 64 રને અને કપ્તાન રોસ્ટન ચેઝ
70 દડામાં પ ચોગ્ગાથી 36 રને નોટઆઉટ રહ્યા હતા. બન્ને
વચ્ચે 66 રનની ભાગીદારી થઇ ચૂકી છે.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. તેજનારાયણ ચંદરપૌલ 1પ રને કેવમ હોજ 10 રને જલ્દી આઉટ થયા હતા. બ્રેંડન
કિંગે પ0 દડામાં 9 ચોગ્ગાથી 46 રનની ઝડપી
ઈનિગ્સ રમી હતી. આમિર જાંગુ 26 અને શે હોપ
29 રને આઉટ થયા હતા. પાકિસ્તાન
તરફથી મોહમ્મદ અલીએ 2 વિકેટ લીધી
હતી. ઉબેદ શાહ, અલી ઉસ્માન અને સાજિદ ખાનને
1-1 વિકેટ મળી હતી. બે મેચની ટેસ્ટ
શ્રેણીમાં વિન્ડિઝ 1-0થી આગળ ચાલી
રહ્યું છે.