ભુજ, તા. 3 : ઘરેલુ હિંસાથી ત્રીઓની સુરક્ષાના અધિનિયમ તળે પત્નીને ભરણપોષણની
રકમ ચૂકવવા પતિ નવીન ગોવિંદ વઢિયારા (રહે. રાધનપુર, જિ. પાટણ)ને ભુજ કોર્ટે 360 દિવસની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. વર્ષ
2023માં અરજદાર જમનાબેને તેમના
પતિ નવીન વઢિયારા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, લગ્ન સમયે આવેલા ત્રીધન, રહેઠાણ અન્વયે ભાડું તથા નાણાકીય રાહત અંગે અરજી દાખલ કરતાં
રૂા. 72 હજાર અરજદારને ભરણપોષણ ચૂકવવા હુકમ થયો હતો, જેની તામીલ અરજી બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.
જે.વી. બુદ્ધની કોર્ટમાં ચાલી જતાં 72 હજાર ભરણપોષણ ન ચૂકવતાં પતિ નવીનને 360 દિવસની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. અરજદાર
વતી એડવોકેટ એ.આર. મલેક, પ્રફુલ્લકુમાર
બી. સીજુ, નવીન આર. સીજુ, કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા.