મુંબઈ, તા. 3 : જમ્મુ - કાશ્મીરના ઝડપી બોલર
આકિબ નબીનો ભારતીય ટીમમાં પહેલીવાર સમાવેશ કરાયો છે. તે શ્રીલંકા પ્રવાસની બે ટેસ્ટ
મેચની શ્રેણીમાં ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહનાં સ્થાને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો
છે. બુમરાહ ઘૂંટણની ઇજાને લીધે શ્રેણી બહાર થયો છે. બીસીસીઆઇ દ્વારા આજે આકીબ નબીનાં
નામની જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ - કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીએ પાછલી બે ડોમેસ્ટિક
સીઝનમાં શાનદાર દેખાવ કરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. પાછલી બે રણજી સીઝનમાં
તેનાં નામે કુલ 104 વિકેટ છે.
જેમાં પાછલી સીઝનની 60 વિકેટ મુખ્ય
છે. આથી તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો અને જમ્મુ-કાશ્મીર ટીમ પહેલીવાર રણજી
ટ્રોફી ચેમ્પિયન બની હતી. નબી ગયા મહિને શ્રીલંકા પ્રવાસની ભારત એ ટીમમાં સામેલ હતો.
જેમાં તેણે બે મેચમાં 6 વિકેટ લીધી
હતી.
ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), કે એલ રાહુલ (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, ઋષભ
પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), દેવદત્ત પડીક્કલ, રવીન્દ્ર જાડેજા, સારાંશ જૈન, કુલદીપ યાદવ, માનવ
સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
અને આકિબ નબી.