નવી
દિલ્હી તા.1પ:
ભારતના સ્ટાર એથ્લેટ અને ભાલા ફેંકમાં બે ઓલિમ્પિક ચંદ્રક જીતનાર નિરજ ચોપરા મેદાન
પર વાપસી માટે તૈયાર છે. દોહા ડાયમંડ લીગમાં ભાગ લઇને નિરજ પુનરાગમન કરશે. જે 19 જૂનથી
શરૂ થઇ રહી છે. 202પ વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક
દેખાવ સાથે નિરજ આઠમા સ્થાને રહ્યો હતો. આ પછીથી તે પ્રતિસ્પર્ધાથી દૂર છે. ડાયમંડ
લીગના આયોજકોએ ભાલા ખેલાડીઓની સૂચિ જાહેર કરી છે. જેમાં નિરજ ચોપરાનું નામ સામલે
છે. 28 વર્ષીય
નિરજ હાલ સ્તિત્ઝરલેન્ડમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સની ભારતીય
ટીમ ગઇકાલે જાહેર થઇ હતી. જેમાં નિરજ ચોપરાનું નામ સામેલ છે, પણ તેણે 82.61 મીટરનો કવોલીફાઇ માર્ક હાંસલ કરવો પડશે. આ પછી જ
તે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે.