• મંગળવાર, 26 મે, 2026

હાર બાદ વાવરિંકાએ ફ્રેન્સ ઓપનને ભાવુક બનીને કહ્યું અલવિદા

પેરિસ, તા. 25 : ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્વીસસ્ટાર સ્ટેન વાવરિંકાએ સોમવારે પહેલા દોરમાં પરાજય બાદ ફ્રેન્ચ ઓપનને લાગણીભર્યા મન સાથે અલવિદા કહ્યું હતું. વર્ષ 2015નો વિજેતા 41 વર્ષીય વાવરિંકા સિઝનના અંતે ટેનિસના મેદાન પરથી સન્યાસ લેવાનો હતો. પહેલાં જ રમતમાંથી નિવૃત્તિનું એલાન કરી ચૂકેલો સ્ટેન વિદાય વેળાએ ભાવુક બની ગયો હતો. કદાવર ખેલાડીનું ટેનિસપ્રેમી, પ્રશંસકોએ બેઠક પરથી ઊભા થઈ જઈને અભિવાદન કર્યું હતું.

Panchang

dd