• મંગળવાર, 26 મે, 2026

2027માં IPL રમશે મોહમ્મદ આમીર ?

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પાકિસ્તાનના ખેલાડીઓ પ્રતિબંધિત છે, પરતું ઝડપી બોલર મોહમ્મદ આમીર ભારતની ધરતી પર રમવાનું સપનું જોઈ રહ્યો છે. હકીકતમાં આમીરને બ્રિટિશ નાગરિકત્વ મળી ચૂક્યું છે અને તે વિદેશી ખેલાડીની શ્રેણીમાં રજિસ્ટ્રેશનને પાત્ર થઈ શકે છે. આમીરે ઘણીવાર ઈચ્છા દર્શાવી છે કે, તેને બ્રિટિશ પાસપોર્ટ મળી ગયા બાદ આઈપીએલમાં રમવા આતુર છે. અલબત્ત, સવાલ એ છે કે, પાકિસ્તાની મૂળના ક્રિકેટરને કઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝી પસંદ કરશે ? 34 વર્ષીય આમીર અનુભવી ઝડપી બોલર છે. બોલને સ્વિંગ કરાવવામાં માહેર છે.

Panchang

dd