ગાંધીધામ, તા. 25 : રેલવેમાં
30 હજાર
જેટલા પદ પૂર્ણ કરવાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત પશ્ચિમ રેલવે
કર્મચારી પરિષદ દ્વારા ગાંધીધામ ખાતે ધરણા અને સૂત્રોચ્ચારના કાર્યક્રમનું આયોજન
કરાયું હતું. એરિયા રેલવે મેનેજર કચેરી પાસે ધરણા યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં સંગઠનના સભ્યો જોડાયા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીને
પાઠવેલા આવેદનપત્રમાં 30 હજાર પદ સરન્ડર કરવાના આદેશ ઉપર તાત્કાલીક રોક
લગાડવા,
નવી જગ્યાઓ ઊભી કરવી અને નવા કાર્ય અને માળખાકીય સુવિધા માટે જરૂરી
જગ્યાઓ ભરવામાં આવે, ખાનગીકરણ ઉપર રોક લગાડવામાં આવે,
આઠમા પગારપંચની રિપોર્ટ અને ભથ્થાં 1-1-26થી
લાગુ કરાય, આંતરિક રાહત 1-1-2026થી
આપવામાં આવે, ગાંધીધામમાં જીડીએલજી શેડ સહાયક
લોકોશેડમાં પ્રમોશન આપી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, ગાંધીધામમાં
સાત નવા વેલ્ડર આવ્યા છે, પરંતુ આર્ટિજન વેલ્ડરની નોટિંગ
લગભગ સાત વર્ષથી કરવામાં નથી આવી. ત્યારે તુરંત નોટિંગની કાર્યવાહી કરવા સહિતની
માગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમ દરમ્યાન મંડલ સંહ સંગઠન મંત્રી
તરૂનેશ કશ્યપ, મંડલ ઉપાધ્યક્ષ બલરામ મીના, ગાંધીધામ શાખા ઉપાધ્યક્ષ ચમન ગૌસ્વામી, શાખા સચિવ
કુલદીપસિંહ બુંદેલ, સહ સંગઠન મંત્રી હાર્દિક શર્મા, સંયુક્ત સચિવ નિરંજન કુમાર, કોમર્શિયલ શાખા સચિવ
રાજીવ સક્સેના વિગેરે જોડાયા હતા.