• મંગળવાર, 26 મે, 2026

ભારત લેશે 114 રાફેલ, પાક કાંપશે

નવી દિલ્હી, તા. 25 : ભારતે દેશનાં વાયુદળ માટે 114 રાફેલ યુદ્ધવિમાન ખરીદવા માટે લેટર ઓફ રિક્વેસ્ટ નક્કી કરી નાખ્યો છે. આગામી થોડાંક સપ્તાહમાં જ ફ્રાન્સ મોકલી દેશે. રાફેલથી સજ્જ ભારતીય વાયુદળની તાકાત જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને જનરલ આસીમ મુનીર કાંપી ઊઠશે. આ સમજૂતી હેઠળ 114માં 90 યુદ્ધવિમાન ફ્રાન્સની ડસોલ્ટ એવીએશન અને એક ભારતીય ફર્મની ભાગીદારીમાં બની રહ્યાં છે. ભારતીય વાયુદળ પાસે પહેલાંથી જ 36 રાફેલ યુદ્ધવિમાન છે. આવનારા સમયમાં ભારતીય નૌકાદળ 26 રાફેલ સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. વધુ રાફેલ મળતાં લોજિસ્ટિક, નિભાવ અને તાલીમ વગેરે પ્રક્રિયાઓમાં ખર્ચ ઘટવાની પણ આશા છે. ભારતે રાફેલ નિર્માણમાં ભારતીય કંપનીઓની ભૂમિકા વધારવા માટે ફ્રાન્સ પર દબાણ વધાર્યું છે અને 50 ટકા સ્વદેશી સામગ્રીની માંગ કરી છે. આ માંગ હવે ભારતમાં આવનારાં 114 રાફેલ યુદ્ધવિમાનનાં નિર્માણની પ્રક્રિયામાં પૂરી થવાની આશા છે.

Panchang

dd