નવી
દિલ્હી,
તા. 25 : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન
ઘણા અરબ દેશોએ ભારત પાસેથી હથિયાર ખરીદવાની ઈચ્છા દર્શાવી છે. સૂત્રો અનુસાર વિદેશ
મંત્રાલય મારફતે આ મામલે વાતચીત કરવામાં આવી રહી છે. ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમે
ભારતમાં બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન
બ્રહ્મોસે પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ નષ્ટ કરી હતી. જ્યારે આકાશ મિસાઈલ ડ્રોન
હુમલા નાકામ કરવામાં ઉપયોગી માનવામાં આવે છે. સૂત્રો અનુસાર અરબ દેશો ઓછી અને
મધ્યમ દૂરીની આકાશ અને બ્રહ્મોસ મિસાઈલ ભારત પાસેથી ખરીદવા માગે છે. જેમાં યુએઈ, બહરીન અને કતર ત્રણ દેશોએ હથિયાર ખરીદવા માટે સંપર્ક કર્યો છે. જો કે
સત્તાવાર રીતે આ મામલે કોઈ માહિતી જાહેર કરવામાં આવી હતી. ઘણા અન્ય નાના દેશો પણ
આકાશ અને બ્રહ્મોસ મિસાઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ભારત મિત્રોને
રક્ષા નિકાસનો પક્ષ રાખે છે. અત્યારસુધીમાં ભારતે માત્ર ફિલિપિન્સને જ બ્રહ્મોસ
વેચી છે. લગભગ અડધો ડઝન દેશ પહેલાથી જ બ્રહ્મોસ ખરીદવાની કતારમાં છે. હવે ત્રણ દેશ
તેમાં જોડાયા છે. બ્રહ્મોસની મારક ક્ષમતા 300 કિમી
સુધીની છે અને આકાશ મિસાઈલ 50-60 કિમીની દુરી સુધી હુમલો કરી શકે છે. પાકિસ્તાન
સાથે સમજૂતીના કારણે સાઉદી અરબ તરફથી આ મામલે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.