• મંગળવાર, 26 મે, 2026

ભારતીયોએ વિદેશયાત્રાનો ખર્ચ ઘટાડયો !

નવી દિલ્હી, તા. 25 : ભારતીયોનો વિદેશયાત્રા ઉપરનો ખર્ચ માર્ચ મહિનામાં ઘટીને 1.09 અબજ ડોલર થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 1.30 અબજ ડોલર હતો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના આંકડામાં આ જાણકારી સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં ભારતીયોએ વિદેશયાત્રા ઉપર કરેલો ખર્ચ 1.65 અબજ ડોલર રહ્યો હતો. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતીયો દ્વારા વિભિન્ન શ્રેણીઓમાં વિદેશમાં મોકલવામાં આવેલા કુલ નાણા 2.59 અબજ ડોલર હતા. જેમાંથી સૌથી મોટો હિસ્સો યાત્રા ખર્ચનો હતો. એલઆરએસ હેઠળ નિવાસી વ્યક્તિ એક વર્ષમાં 2.50 લાખ ડોલર સુધીનો વ્યવહાર કરી શકે છે. જેના આધારે વિદેશયાત્રાની માહિતી જાહેર કરવામાં આવી છે. જાણકારો અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડની વધતી કિંમતો અને રૂપિયાની કિંમતમાં કડાકાના કારણે લોકો વિદેશયાત્રા ઉપર ખર્ચ ઘટાડવા મજબૂર થયા છે. પીએમ મોદીએ પણ થોડા દિવસ અગાઉ લોકોને વિદેશી મુદ્રા બચાવવા માટે વિદેશ યાત્રા ઓછી કરવા સહિતના ઉપાય અપનાવવા અપીલ કરી હતી. આંકડા અનુસાર અન્ય યાત્રા શ્રેણી જેમાં અવકાશ યાત્રા અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચ સામેલ છે તેમાં માર્ચમાં 62.30 કરોડ ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. જે યાત્રા વ્યયના કુલ 57 ટકા છે. શિક્ષા સંબંધિત યાત્રા ઉપર 45.01 કરોડ ડોલર ખર્ચ થયા છે. જયારે વ્યાપાર યાત્રા, તીર્થ યાત્રા અને ચિકિત્સા ઉપચાર ઉપર 2.13 કરોડ ડોલરનો ખર્ચ થયો છે.

Panchang

dd