• મંગળવાર, 26 મે, 2026

ગુજરાતની 20 સરકારી સેવા વોટ્સએપ પર

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો. અજય કુમારની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એક ખઘઞ-સમજૂતી કરાર સંપન્ન થયા હતા. સામાન્ય વહિવટ વિભાગના તાલીમ અને વહીવટી સુધારણા પ્રભાગના સચિવ હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તથા કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે આ ખઘઞ પર હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. રાજ્ય સરકારે ઋઅછઈની ભલામણો અનુસાર સુગમ ડિજિટલ ગુજરાત ઈનિસ્યેટીવ્ઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબ્ધ કરાવી છે. હવે, આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથોસાથ લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત કરવામાં મેટા અને રાજ્ય સરકાર વચ્ચેના આ ખઘઞ મહત્ત્વપૂર્ણ બનશે અર્થાત જે મુજબ, હવે, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વોટ્સએપ આધારિત ચેટ બોટથી રાજ્ય ભરના નાગરિકો એક જ વોટ્સએપ નંબર દ્વારા આવી 20 મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી શકશે તો સ્વાભાવિક રીતે જ આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઊભા રહીને રાહ જોવામાંથી પણ આવનારા દિવસોમાં મુક્તિ મળશે.  હવે નોંધનીય વાત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા જે સેવાઓ આ વોટ્સએપ પર મળતી થવાની છે, તેમાં ગ્રિવન્સીસ રીડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ સહાય, આવક, જાતિ અને ઊઠજ પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડસ અને સત્તાવાર સોગંદનામા જેવી મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે. આ ખઘઞનું અમલીકરણ થતાં આગામી સમયમાં સર્વિસ ડિલીવરી પ્રોસેસ વધુ સરળ બનવાની સાથો-સાથ રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રાકિંગ પણ વધુ મજબૂત થશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે. આ નવી વોટ્સએપ ગવર્નન્સ આધારિત નાગરિક કેન્દ્રીત સેવાઓનો સૌથી મોટો લાભ સામાન્ય માનવીને મળતો થશે તેમાં ખાસ કરીને હવે સરકારી સેવાઓ વધુ સરળ બનશે

Panchang

dd