ભુજ, તા. 25 : શહેરમાં લોકસેવાકીય કાર્યો કરતી સંસ્થા હેનિશ
એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રખર તાપ વચ્ચે રાહદારીઓ, વાહનચાલકોને શાતા આપવા ભુજમાં. વી.ડી. હાઈસ્કૂલ સામે ઠંડી છાસનું વિતરણ
કર્યું હતું. જેનો મોટી સંખ્યામાં રાહદારીઓએ લાભ લીધો હતો. સાથો સાથ શહેરને સ્વચ્છ
રાખવા માટે મહેનત કરતા સફાઈ કર્મચારીઓને આંબાની પેટીઓનું વિતરણ કર્યું હતું.
સેવાપ્રવૃત્તિઓ દાતાઓની સહયોગથી થતી હોવાનું સંસ્થાના કાર્યકારી ચેરમેન ચિરાગ જૈને
જણાવી દાતાઓનો આભાર માન્યો હતો. વ્યવસ્થા રાજેશ જેઠી, હેલ્મીબેન,
કુ. નિશા, અમન વિ. સંભાળી હતી.