નવી
દિલ્હી,
તા. 2પ : આઈપીએલમાં વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ
વચ્ચે મેદાન પર થયેલો વિવાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂકયો છે, ત્યારે ટ્રેવિસની પત્ની જેસિકાએ ભારે મન સાથે કહ્યું હતું કે, આ વિવાદનાં કારણે મને અને મારા પરિવારને ઓનલાઈન અપશબ્દો અને ટ્રોલિંગનો
સામનો કરવો પડયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
રમાયેલી મેચ બાદ ટ્રેવિસે હાથ લંબાવ્યો
હતો, પરંતુ વિરાટ હાથ મિલાવ્યા વગર આગળ ચાલ્યો ગયો
હતો. જેસિકાએ વ્યથાભેર કહ્યું હતું કે, દરેક રમતમાં માનસિક
સ્વાસ્થ્ય પર ગંભીર ચર્ચા જરૂરી છે. ખેલાડી એકમેક પ્રત્યે સન્માન બતાવે તેવી આશા
છે.