નલિયા, તા. 25 : થોડા દિવસથી ડ્રોનના પાંખિયા અને માદક પદાર્થના પેકેટસ મળવાના બનાવો વચ્ચે અબડાસાના
સાગરકાંઠે આવેલા જખથડા લેન્ડિંગ પોઇન્ટ પરથી એક શંકાસ્પદ સેટેલાઇટ બેઝ
ટ્રાન્સપોન્ડર (ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર યંત્ર) મળી આવ્યું હતું. જખૌ પોલીસના
અધિકારીઓ,
કર્મચારીઓ, સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ, એલ.આઈ.બી. ફિલ્ડ અને સૈયદ સુલેમાનપીર
ટાપુની સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ ટીમ દ્વારા સોમવારે સવારના ભાગે આ આધુનિક ઉપકરણ
શોધી કાઢવામાં આવ્યું હતું.
ટ્રાન્સપોન્ડર
પર વિદેશી વિગતો અંકિત
પ્રાથમિક
તપાસ મુજબ, આ પીળા કલરના ટ્રાન્સપોન્ડર પર
અંગ્રેજીમાં "VESSEL NAME - OSHAIRIJ"
(જહાજનું નામ - ઓશાયરીજ), "COUNTRY NAME
- QATAR" (દેશનું
નામ - કતર), "TYPE - C/S
CLASS2 WATER ACTIVATION" (પ્રકાર-કટોકટી સિગ્નલ વર્ગ-2), જેવી
વિગતો અંકિત થયેલી છે.
કટોકટીમાં
ઉપયોગમાં લેવાતું આધુનિક યંત્ર
આ
પ્રકારના ઉપકરણોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મોટા જહાજો અને વહાણોમાં દરિયાની વચ્ચે કોઈ
પણ મુશ્કેલી, વાવાઝોડું કે અકસ્માત જેવી કટોકટીની
સ્થિતિમાં મદદ માટે સંદેશા મોકલવા માટે
થાય છે. બટન દબાવતાં જ આસપાસની મદદ ટીમો સક્રિય થઈને લોકેશન ટ્રેસ કરીને
ઘટનાસ્થળે પહોંચે છે. જખૌ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ,
આ ટ્રાન્સપોન્ડર કોઈ ક્ષતિગ્રસ્ત કતરના જહાજનું હોઈ શકે છે.
લખપતના
સથવારા બેટ પરથી ચરસનાં 11 પેકેટ મળ્યાં
આ
ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરીના વધુ એક બનાવમાં લખપત તાલુકાના સથવારા બેટ પરથી
પણ બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને પેટ્રાલિંગ દરમિયાન ચરસના 11 પેકેટ
મળી આવ્યાં હતાં. આ પેકેટો નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને જમા કરવામાં આવશે અને
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.