ગાંધીધામ, તા. 25 : અંતરજાળમાં રહેણાક
મકાનની આડમાં ચાલી રહેલાં કૂટણખાનાં પર પોલીસે લાલઆંખ કરી અહીં અનૈતિક વ્યાપાર ચલાવતા
મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં આવ્યો હતો. અંતરજાળના રાજનગર વિસ્તારમાં આવેલાં એક મકાનમાં
શખ્સ બહારથી ગ્રાહકો બોલાવી કૂટણખાનું ચલાવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કમર
કસી હતી. પોલીસે એક ડમી ગ્રાહક (પન્ટર)ને તૈયાર
કર્યો હતો અને તેને રૂપિયા આપી આ કૂટણખાનામાં મોકલવામાં આવ્યો હતો. આ ડમી ગ્રાહક અંદર
ગયા બાદ થોડી વારમાં પોલીસે મકાનમાં છાપો માર્યો હતો અને કૂટણખાણું ચલાવતા મૂળ સાંતલપુર,
પાટણના યોગેશ પરસોત્તમ દવે નામના શખ્સને ઝડપી પાડયો હતો. આ મકાનમાં તપાસ
કરાતાં એક બંધ રૂમને ખખડાવતાં અંદરથી ડમી ગ્રાહક અને રૂપલલના કઢંગી હાલતમાં મળી આવ્યા
હતા. અહીંથી શરીરસુખ માણવાનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. રૂપલલનાને મુક્ત કરી
અનૈતિક વ્યાપાર ચલાવનારા યોગેશ દવે પાસેથી કુલ રૂા. 8000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ગ્રાહકો
પાસેથી રૂા. 3000 લઇ તે પૈકી રૂા. 1000 રૂપલલનાઓને આપતો હોવાનુ ં પોલીસે જણાવ્યું હતું ને
રૂા. 2000 પોતે રાખતો હતો. આ શખ્સની અટક કરી તેની સામે ગુનો દર્જ
કરાયો હતો. અત્યાર સુધીમાં કેટલી મહિલાઓ,
યુવતીઓને આ અનૈતિક પ્રવૃત્તિમાં ધકેલવામાં આવી છે ? તથા ગ્રાહકોના સંપર્કે કયાંથી મેળવતો હતો ? તે સહિતની
આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.