કોલકતા, તા.2પ: આઇપીએલ સીઝનના અંતિમ લીગ મેચમાં ચાઇનામેન
સ્પિનર કુલદીપ યાદવે 29 રનમાં 3 વિકેટ ઝડપી કોલકતા સામે
દિલ્હીની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. મેન ઓફ ધ મેચ થયા બાદ તેણે સ્વીકાર્યું
કે આઇપીએલની વર્તમાન સીઝન તેના માટે સારી રહી નહીં, પણ
અંતથી ખુશ છે. જો કે મને સંતોષ નથી કારણ કે એક ટીમના રૂપમાં અમે સારી રીતે સીઝન
ફિનિશ કરી શક્યા નહીં. મને ખુદથી ઘણી અપેક્ષા હતી, પણ તેવું
પ્રદર્શન કરી શકયો નહીં. કુલદીપ યાદવે 10 ઇનિંગમાં ફકત 7 વિકેટ
લીધી છે. તેની સરેરાશ પ0.28 રની અને ઇકોનોમી 10.66 રહી
છે.