• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

એસ.આર.સી.ના ઓપન પ્લોટને મોર્ગેજની મંજૂરી

ગાંધીધામ, તા. 27 : એસ.આર.સી.ના ખાલી પ્લોટોમાં  મોર્ગેજની મંજૂરી આપવાની  અટકાવાયેલી કામગીરી અંગે અંતે  પોર્ટ પ્રશાસન દ્વારા મુદ્દત આપવામાં આવી છે. આ અંગે એસ.આર.સી.ના નવા ચૂંટાયેલા ડાયરેક્ટરો દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ સભાસદોને ભેટનું પણ વિતરણ  શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ સંદર્ભે એસ.આર.સી.ના નવા નિમાયેલા ડાયરેક્ટરો - ડીપીએ દ્વારા લેવાયેલા નિર્ણય અંગેની માહિતી  આપી હતી. ડાયરેક્ટર સેવક લખવાણીએ જણાવ્યું હતું કે, દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગત તા. 18મીએ ઓપન પ્લોટ મોર્ગેજને મંજૂરી આપતો પત્ર  આપવામાં આવ્યો છે, જે અંતર્ગત ખાલી પ્લોટધારકો જ્યારથી મોર્ગેજની મંજૂરી મળશે ત્યારથી બે વર્ષ સુધીના ગાળામાં ખાલી પ્લોટમાં બાંધકામ કરવાનું રહેશે.  દરમ્યાન જો બે વર્ષમાં બાંધકામ  કરવામાં નિષ્ફળ રહેશે તો પાંચ વર્ષ પછી પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા ડાયરેક્ટરોની વરણી બાદ શહેરીજનોને રાહત આપતો પ્રથમ નિર્ણય આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.આર.સી. દ્વારા ફાળવાયેલા પ્લોટમાં બાંધકામ ન થતાં મોર્ગેજની મંજૂરી રોકવામાં આવી હતી. ખાલી પ્લોટમાં બાંધકામ  માટે સમયમર્યાદા વધારવા અંગે ડીપીએ સમક્ષ સમયાંતરે રજૂઆતો કરાતી હતી. અંતે  ડીપીએ ચેરમેન દ્વારા બે વર્ષની મુદ્દત વધારી નવાં વર્ષની ભેટ  ગાંધીધામ સંકુલના લોકોને આપી છે. દરમ્યાન આજથી એસ.આર..સી. દ્વારા સભાસદોને  ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટરોના હસ્તે ભેટ આપવામાં આવી હતી. સભાસદોની સુવિધા માટે સવારે  અને સાંજે ભેટનું વિતરણ કરાશે.  આ વેળાએ પૂર્વ ચેરમેન પ્રેમ એસ. લાલવાણી, ડાયરેક્ટરો લલિત વિધાની, નીલેશ પંડયા, મહેશ લખવાની, અનિલ ચંદનાની, હરિચંદ થારવાની, કલ્પેશ આહુજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd