ભુજ, તા. 27 : ગઇકાલે રાત્રે પુનડી પાસે એલ.સી.બી.એ
ઓવરલોડ ખનિજ ભરેલા ડમ્પરને જપ્ત કરી કાર્યવાહી કરી હતી. એલ.સી.બી.ની ટીમ કોડાય વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી, ત્યારે માંડવી
રોડના પુનડી પાટિયા પાસે ડમ્પર નં. જી.જે. 12-બી.વાય. 5737વાળાને ઊભું
રખાવી ચાલક પાસેની રોયલ્ટી, પાસ-પરમિટ
તપાસતાં ડમ્પરમાં જિપ્સમ (ખનિજ) રોયલ્ટી કરતાં અંદાજે 15 ટન ઓવરલોડ વજન ભરેલ હોવાથી
ખાણ-ખનિજ ધારા મુજબ વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.