નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભરત-આસિયાન
વ્યાપક રણનીતિક ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત આધાર બનીને ઊભરી
રહી છે. વડાપ્રધાને એલાન કર્યું હતું કે, અમે 2026ને આસિયાન-ભારત સમુદ્રી સહયોગ
વર્ષ તરીકે ઊજવવાની ઘોષણા કરીએ છીએ. અમે શિક્ષણ,
પર્યટન, વિજ્ઞાન, ટેક્નોલોજી,
આરોગ્ય, હરિત ઊર્જા અને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રોમાં
પરસ્પર સહયોગ ગતિભેર વધારી રહ્યા છીએ, તેવું તેમણે જણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, ભારત અને આસિયાન દેશો સહિયારા સાંસ્કૃતિક
વારસાનાં જતન અને લોકો વચ્ચે સંબંધો મજબૂત કરવાની દિશામાં સાથે મળીને કામ કરતા રહીશું.
આસિયાન-ભારત સંવાદ સંબંધ 1992માં એક પ્રાદેશિક
ભાગીદારીની સ્થાપના સાથે શરૂ થયા હતા. આ સંબંધોને 2012માં રણનીતિક ભાગીદારીનો દરજ્જો અપાયો હતો. છેલ્લાં થોડાંક વર્ષોથી
ભારત અને આસિયાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વધારો આવ્યો છે.