• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

દેવદિવાળીએ ભાજપમાં નવાજૂની ?

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત ભાજપ સંગઠનમાં દેવદિવાળી આસપાસ મોટા ફેરફારોના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત ભાજપના સંગઠનના મહત્ત્વના પદ એવા  ચાર મહામંત્રીના પદ માટે નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. મહામંત્રી માટેની નિમણૂકો દેવદિવાળી આસપાસ જાહેર થઈ શકે છે.હાલના ચાર મહામંત્રીઓ પૈકી વિનોદ ચાવડા રિપીટ થવાની પ્રબળ શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારી, મધ્ય ગુજરાતમાંથી પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને અમદાવાદમાંથી પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને મહામંત્રી બનાવાશે તેવી અટકળો વહેતી થઇ છે. ભાજપના સૂત્રોનં માનીએ તો, પ્રદેશ ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત અને કાર્યશીલ બનાવવા માટે આ મહત્ત્વની નિમણૂકોની જાહેરાત દેવદિવાળીના શુભ મુહૂર્ત આસપાસ કરવામાં આવશે. તો બીજી તરફ, ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફારને કારણે, હવે 20 જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ બદલવાની નવી કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉના 16 મંત્રીઓમાંથી 10 જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં ફરી સમાવવામાં આવ્યા નથી, જેના કારણે તેમના હસ્તકના 20 જિલ્લાઓમાં નવેસરથી પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવી પડશે.  નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યામાં વધારો થતાં, પ્રભારી મંત્રીઓની વહેંચણીની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે સંભવત? માત્ર 8 મંત્રીઓને જ બે જિલ્લાનો પ્રભાર સોંપાઈ શકે છે. આ નીતિનો હેતુ એ છે કે જે મંત્રીઓ પાસે વધુ અને મહત્ત્વના વિભાગોની જવાબદારી છે, તેમને માત્ર એક-એક જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવે જેથી વહીવટી કાર્યભાર સંતુલિત રહે અને જિલ્લાઓના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપી શકાય. પ્રભારી મંત્રીઓની ફાળવણીમાં થનારા આ બદલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના જિલ્લા પ્રભારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અગાઉ તેઓ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હતા, પરંતુ હવે તેમને સંભવિતપણે માત્ર ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવી શકે છે.  

Panchang

dd