ચંદિગઢ, તા. 27 : રણજી ટ્રોફીમાં આ સીઝનમાં મુંબઇ
છોડીને મહારાષ્ટ્ર ટીમ તરફથી રમી રહેલા પૃથ્વી શોએ ચંદિગઢ સામેની મેચના બીજા દાવમાં
222 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને
ટીકાકારોને બેટથી જવાબ આપ્યો છે. પૃથ્વી શોએ 1પ6 દડાનો સામનો
કરીને 29 ચોક્કા અને પ છક્કાથી 222 રન બનાવ્યા હતા. આ સાથે જ પૃથ્વી
શોએ રણજી ટ્રોફી ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. તેણે ડબલ સેન્ચૂરી
141 દડામાં પૂરી કરી હતી. રણજી
ટ્રોફીમાં ઝડપી બેવડી સદીનો રેકોર્ડ હૈદરાબાદ ટીમના તન્મય અગ્રવાલના નામે છે. તેણે
2024માં અરુણાચલ પ્રદેશ સામે 119 દડામાં બેવડી સદી ફટકારી હતી.
આ સૂચિમાં બીજા સ્થાને રવિ શાત્રી છે. તેમણે 198પમાં વડોદરા સામે 123 દડામાં બેવડી સદી કરી હતી. આ ઇનિંગ દરમિયાન રવિ શાત્રીએ એક ઓવરના
6 દડામાં 6 છક્કા પણ ફટકાર્યાં હતા. ચંદિગઢ સામેની મેચમાં મહારાષ્ટ્રના પહેલા
દાવમાં 313 રન થયા હતા. જેમાં કપ્તાન ઋતુરાજ
ગાયકવાડના 116 રન મુખ્ય હતા. બાદમાં ચંદિગઢ
ટીમ 209 રને ઓલઆઉટ થઇ હતી. મહારાષ્ટ્ર
ટીમે બીજો દાવ 3 વિકેટે 3પ9 રને ડિકલેર
કર્યો હતો. આથી ચંદિગઢ સામે 464 રનનું વિજય
લક્ષ્ય છે.